કોરોના મહામારી વચ્ચે એક આઈલેન્ડે પોતાના ત્યાં આવનારા પર્યટકો માટે શરત રાખી છે કે પ્રવાસીઓનું કોરોનાથી રિકવર થવું જરૂરી છે. એટલે કે માત્ર તે ટૂરિસ્ટ જ આ આઇલેન્ડ પર આવી શકે છે, જેને પહેલા કોરોના થયો હોય અને તે સાજા થઈ ગયા હોય.
બ્રાઝિલના ફર્નાન્ડો ડી નોરોન્હા (Fernando de Noronha) નામનો આઈલેન્ડ ટૂરિસ્ટ માટે છેલ્લા પાંચ મહિનાથી બંધ હતો. પરંતુ હવે નવી શરતો સાથે ખુલ્યો છે.
આ આઇલેન્ડ પર રોજ સીમિત સંખ્યામાં જ લોકોને એન્ટ્રીને મંજૂરી આપવામાં આવે છે. સ્થાનીક અધિકારીઓએ કહ્યું કે, શરત પૂરી કરનાર ટૂરિસ્ટ એક સપ્ટેમ્બરથી અહીં આવી શકે છે.
ઘર આંગણે આ 3 મોટી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ચીન, લોકોમાં છે ખુબ આક્રોશ
અધિકારીઓએ જણાવ્યું કે, નવી શરત તે માટે લગાવવામાં આવી છે જેથી આઈલેન્ડ પર રહેનાર તમામ લોકોની સુરક્ષા નક્કી કરી શકાય. મુલાકાતીઓએ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યાનો રિપોર્ટ સાથે લઈને આવવો પડશે, રિપોર્ટ ઓ
પ્રાકૃતિક બીચ, સુંદર હરિયાળી અને નેશનલ મરીન રિઝર્વ માટે આઈલેન્ડ જાણીતો છે. વિશ્વભરના પર્યટક અહીં આવે છે. આ યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેઝ લિસ્ટમાં પણ સામેલ છે.