બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનોત (Kangana Ranaut)એ ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) પર મૂવી માફિયાના મુખ્ય દોષી હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યો છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસને ટેગ કરતા કહ્યું, ‘કરણ જોહર મૂવી માફિયાનો મુખ્ય દોષી છે, ત્યાં સુધી કે ઘણા લોકોની જિંદગી બરબાદ કર્યા બાદ તે આઝાદીથી ફરી રહ્યો છે. તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શું અહીં અમારા જેવા લોકો માટે કોઈ આશા છે? બધા ઉકેલ બાદ તે અને તેની ગેંગ મારી તરફ આવી જશે.’

બોલીવુડમાં નેપોટિઝમ પર સતત કરી રહી છે ટ્વીટ
મહત્વનું છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનોતે બોલીવુડમાં નેપોટિઝમનો વિવાદ છેડ્યો છે. જ્યાં તેણે આરોપ લગાવ્યો છે કે બોલીવુડમાં માત્ર સ્ટાર કિડ્સને પ્રોત્સાહન મળે છે. તે સતત બોલીવુડમાં નેપોટિઝમ અને જૂથવાદને લઈને પોતાની વાત શેર કરે છે. તે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ઘણા લોકોને અડફેટે લઈ ચુકી છે. પરંતુ આટલા વિવાદ બાદ પણ કંગનાના ટ્વીટર ફોલોઅર્સ દિવસેને દિવસે ઓછા થઈ રહ્યાં છે. આ વાતનો ખુલાસો કંગના રનોતે હાલમાં એક ટ્વીટ દ્વારા કર્યો હતો.

ઓછા થઈ રહ્યાં છે ફોલોઅર્સ
કંગનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટને હવે ખુદ સંભાળી રહી છે. તેથી જ્યાં પહેલા તેની આઈડી ‘ટીમ કંગના રનોત’ હતી, હવે તેનું નામ કંગના રનોત થઈ ચુક્યું છે. પરંતુ જ્યારથી કંગનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટની કમાન સંભાળી છે, ત્યારથી તેના ફોલોઅર્સ ઘટી રહ્યાં છે. આ વાતને લઈને તેણે ચિંતા વ્યક્ત કરી હતી. કંગના રનોતે પોતાના ફેન્સના આ ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું હતું, હું માનુ છું કે દરરોજ 40-50 હજાર ફોલોઅર્સની સંખ્યા ઓછી થતા નોટિસ કરુ છું. હું આ પ્લેટફોર્મ પર નવી છું, પરંતુ આ કઈ રીતે કામ કરે છે? આ કઈ રીતે થઈ રહ્યું છે, કોઈ ખ્યાલ છે? પોતાના આ ટ્વીટમાં કંગનાએ ટ્વીટર ઈન્ડિયા અને ટ્વીટર સપોર્ટને પણ ટેગ કર્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *